Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સુરત: નશાબાજ યુવાને ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારતા ઇજા : ગભરાયેલ પરિવારે વતનની વાટ પકડી :અંતે એસ્ટ્રોસિટી હેઠળ ગુન્હો

સાયણ ટાઉનમાં આ મામલે વિવાદનો વંટોળ ફેલાતા પોલીસે બીજા દિવસે ગુન્હો નોંધવાની ફરજ પડી

સુરતના  સાયણ ટાઉનમાં એક નશાબાજ યુવકે ગર્ભવતી મહિલાના પેટમાં પાટુ મારતા મહિલા ઇજા પહોંચી છે નશાબાજ યુવક્ની ધમકીને કારણે રાજસ્થાની પરિવારે વતનની વાટ પકડી હતી પરંતુ મામલે વિવાદ થતા આખરે પોલીસે એસ્ટ્રોસિટી હેઠળ ગુન્હો નોંધીને આરોપીની અટકાયત કરી હતી

 

  અંગે જાણવા મળતી વિગત મુજબ સાયણ ટાઉનમાં ચાની લારી ચલાવતા રાજસ્થાની યુવક સહિત તેની ગર્ભવતી પત્નીને સાયણના એક નશાબાજ યુવાને ઢીકમુક્કીથી માર મારી જાતિ વિષયક અપમાનજનક અપશબ્દો બોલી ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારી ઇજા પહોંચાડતા તેને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ધમકીથી ગભરાયેલા પરિવારે વતનની વાટ પકડી લીધી છે.
 
નશાબાજ યુવકના પિતા અગાઉ સાયણ આઉટ પોલીસ ચોકીમાં હોમગાડ્ર્સ યુનિટ કમાન્ડર તરીકે ફરજ બજાવતા હોવાથી તે સમયે પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધવાના બદલે નશાબાજ યુવાનની અટકાયત કરી જામીન ઉપર છોડી મૂક્યો હતો, પરંતુ સાયણ ટાઉનમાં મામલે વિવાદનો વંટોળ ફેલાતા પોલીસે ઘટનાના ૨૪ કલાક પછી બીજા દિવસે મોડી રાત્રે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવાની ફરજ પડી હતી.

  સાયણ હાઇસ્કૂલ પાસે આવેલી સાફલ્ય સોસાયટીના ગેટની બાજુમાં આવેલી જગ્યામાં મૂળ રાજસ્થાન જિલ્લાના રાજસંમદ જિલ્લાના દેવગઢ તાલુકાના તાલ ગામના વતની અને હાલ સાયણ બજારમાં બેંક ઓફ બરોડાની બાજુના શ્રીજી કોમ્પ્લેક્સના ફલેટ નં-૨૦૨ માં રહેતા પુરનમલ મોહનલાલ સાલ્વી તેમની પત્ની પૂજાબેન (ઉં..૨૦)સાથે છેલ્લા માસથી ભેરૃમલ ટી એન્ડ પાન સેન્ટરના નામથી ચાની લારી ચલાવી પેટિયું રળે છે. મંગળવારના રોજ રાત્રે કલાકના સુમારે સાફલ્ય સોસાયટીમાં રહેતો ધવલસિંહ નરેન્દ્રસિંહ ઠાકોર નશાની હાલતમાં ગેટ પાસે શાકભાજીની લારી ચલાવતા જાવેદખાન મહેંદીહસન શેખ સાથે રોફ જમાવી જાવેદખાને પાર્ક કરેલી બાઇક મામલે ઝઘડો શરૃ કરતા પુરનમલ સાલ્વીએ તેને ઝઘડો કરવા સમજાવ્યો હતો. જેથી નશાબાજ ધવલસિંહ ઠાકોરે પુરનમલ સાલ્વીને ગાળો અને જાતિ-વિષયક અપમાનજનક અપશબ્દો બોલીને ઢીકમુક્કીથી માર માર્યો હતો.

  જેથી ત્યાં હાજર તેની પત્ની પૂજા પતિને છોડાવવા વચ્ચે પડતા નશાબાજે તેને પણ ઢીકમુક્કીથી માર માર્યા બાદ પેટમાં લાત મારી ચાની લારી ઊંધી વાળી જો ફરીવાર સામે આવશે તો માર મારવાની ધમકી આપીને ઘટના સ્થળેથી ચાલ્યો ગયો હતો. જો કે પૂજા સાલ્વીને પેટમાં માસનો ગર્ભ હોવાથી તેને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડયો હતો. આથી તેને સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ આજે રજા આપી દેવામાં આવી હતી. જો કે સાયણની જનતાનો રોષ પારખી બુધવારે મોડી રાત્રે પોલીસ સુરતની ખાનગી હોસ્પિટલમાં દોડી હતી. જ્યાં હોસ્પિટલના બિછાનેથી પૂજા સાલ્વીએ નશાબાજ ધવસિંહ નરેન્દ્રસિંહ ઠાકોર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬() તથા એટ્રોસિટી એકટ કલમ-()(આર)(એસ)મુજબ ગુનો નોંધ્યો છે.

(12:01 am IST)
  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST

  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST