Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ભરૂચ: પત્નીને ભરણપોષણ આપવાથી બચવા પતિએ કોર્ટ રૂમના કઠેરામાં જ ઝેરી દવા ગટગટાવતા દોડધામ

 

ભરૂચ :પત્નીને  ભરણપોષણ આપવાથી બચવા માટે પતિએ કોર્ટરૂમમાં ઝેરી દવા ગટગટાવતા દોડધામ મચી જવા પામી હતી પત્નીને ભરણપોષણ ચુકવવુ પડે કે પરત લઈ જવી પડે તે માટે પતિએ સમાધાન વેળા કોર્ટ રૃમના કઠેરામાં ઉભા રહીને જજની સામે ઝેરી દવા ગટગટાવી હતી બનાવથી તાત્કાલીક ૧૦૮ બોલાવી સુરતમાં રહેતા પતિને સારવાર અર્થે ભરૃચ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં તેની હાલત સુધારા પર હોવાની માહિતી મળે છે

  અંગે મળતી વિગત મુજબ શહેરના ભીડભંજન ખાડી વિસ્તારમાં રહેતા નીતાબેન રતિલાલ મિસ્ત્રીના લગ્ન સુરત વ્રજભૂમી એપાર્ટમેન્ટ, ગીતાનગર ખાતે રહેતા કમલેશ ગોપાલભાઈ ગોંડલીયા સાથે થયા હતા. લગ્નના થોડાક વરસો બંન્નેનો ઘરસંસાર યોગ્ય રીતે ચાલ્યો હતો જો કે તે બાદ સાસરિયાઓએ શારિરીક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કરી દેતા નીતાબેન ભરૃચ પોતાના પિયરમાં ત્રાસથી કંટાળી આવી ગયા હતા. છેલ્લા બે વર્ષથી હીરાઘસુ પતિ કમલેશ નીતાબેનને પિયરથી સાસરે તેડી જતા આખરે પત્નિએ ન્યાય માટે ભરૃચની કોર્ટમાં ૪૯૮ મુજબનો ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો.

  ભરણપોષણનો કેસ ભરૃચ ન્યાયાલયમાં ૫૨ નંબરની કોર્ટમાં ન્યાયાધીશ એમ.એમ.અગ્રવાલની કોર્ટમાં ચાલી રહ્યો હતો દરમિયાન  જજે સમાધાનની પ્રોસેસમાં પત્નિને પરત લઈ જવા માટે પતિને કહેતા કમલેશે પોતાની પત્નીને પરત લઈ જવી હોય તેમજ ભરણપોષણ પણ ચુકવવુ પડે તે માટે ચાલુ કોર્ટમાં જજની નજર સમક્ષ પોતાના ખિસ્સામાંથી ઝેરી દવાની બોટલ કાઢી ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

   પતિએ ભરેલા પગલાથી ચાલુ કોર્ટમાં તેમજ ન્યાયાલયમાં સન્નાટો છવાઈ જવા સાથે ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલીક ૧૦૮ બોલાવી કમલેશને ભરૃચ સીવીલ હોસ્પીટલ ખસેડાયો હતો જયાં પ્રાથમિક સારવાર બાદ તેની હાલત સુધારા પર હોવાની માહિતી સીવીલ વર્તુળમાંથી સાંપડી રહી છે. કમલેશે માંકડ મારવાની દવા પીધી હોવાનુ બહાર આવ્યુ છે. ફરીયાદીના વકીલના જણાવ્યા મુજબ કોર્ટમાં પતિ-પત્નિ વચ્ચે સમાધાનની પ્રકિયા ચાલી રહી હતી જે દરમિયાન પતિ કમલેશે ઝેરી દવા ગટગટાવી હતી.

(12:23 am IST)
  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST