Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ખેડબ્રહ્માના કરુંડા ખેતરમાં ઝાડ કાપવાની બાબતે બે જૂથો સામસામે આવી પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ

ખેડબ્રહ્મા:તાલુકાના કંરૂડા ગામે રહેતા જસવંતભાઇ ઉર્ફે દિનેશભાઇ મનસુકભાઇ વણઝારાએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરીયાદમાં જણાવ્યું છે કે તેમના દિકરા નિર્મલની ઘરની બાજુમાં આવેલ ઝાડ કાપતા હતા ત્યારે લેલાબેન નટવરભાઇ વણઝારાનરેશભાઇધુળાભાઇ વણઝારાનટવરભાઇ ધુળાભાઇ વણઝારાધુળાભાઇ સદાભાઇ વણઝારા અને કપીલાબેન નરેશભાઇ વણઝારા તમામ એકસંપ થઇ અમારા ખેતરમાં ઝાડ કેમ કાપો છો તેમ કહી ગાળાગાળી કરી લાકડા પાવડો લઇ નિર્મલના જમણા હાથે ઈજાઓ કરી તેમજ સેન્ટીંગનું લાકડું તેમના દિકરા આદિત્યને ડાબા હાથે મારી અને ગીરીશભાઇને માથાના ભાગે ઈજાઓ કરી ગડદા પાટુનો માર મારતા તે અંગેની ફરીયાદ નોંધાઇ હતી.

જ્યારે સામે પક્ષે નટવરભાઇ ધુળાબાઇ વણઝારાએ ફરીયાદમાં જણાવ્યું છે કે ખેતરમાં આવેલ ઝાડ કાપતા અને ઝાડ કાપવાનું ના કહેતા જસવંતભાઇ ઉર્ફે દિનેશભાઇ મનસુકભાઇ વણઝારાગીરીશભાઇ મનસુકભાઇ વણઝારાનિર્મલ જસવંતભાઇ વણઝારાસંગીતાબેન જસવંતભાઇ વણઝારાએ બધા ઉશ્કેરાઇ જઇ નરેશભાઇને ગાલ ઉપર ડાબી આંખની નીચેના ભાગે ઈજાઓ કરી નૈનાબેન તથા કપીલાબેનને માથાના ભાગે ઈજાઓ કરતા તે અંગે ફરીયાદ નોંધાવતા ખેડબ્રહ્મા પી.એસ.આઇ. વિશાલ પટેલે સામસામે ફરીયાદથતા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ વધુ તપાસ હાથ ધરી છે.

(4:49 pm IST)
  • છેલ્લા ત્રણ દિવસમાં તામિલનાડુ, ગોવા સહિત પાંચ રાજ્યોએ કફર્યું-લોકડાઉન જાહેર કર્યું તામિલનાડુ અને ગોવાની સરકારોએ ૧૦મીથી ૨૪મી મે સુધી બે અઠવાડિયા માટેનું સંપૂર્ણ કફર્યું લોકડાઉન લાદી દેવાનું જાહેર કર્યું છે. ન્યૂઝફર્સ્ટ access_time 9:42 am IST

  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 386 અને ગ્રામ્યના 110 કેસ સાથે કુલ 496 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 8:21 pm IST

  • અમદાવાદમાં વ્હેલી સવારથી વધુ એક લાઈનમાં લોકો ઉભા રહી ગયા : અમદાવાદમાં સવારે છ વાગ્યાથી કોરોનાની વેકસીન લેવા માટે આજે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોએ લાઈન લગાવી દીધી હતી. વીટીવીના અહેવાલ મુજબ વેકસીનના ડોઝ મર્યાદીત સંખ્યામાં હોવાથી લોકો સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. access_time 3:15 pm IST