Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા રખિયાલ પોલીસે ધારીસણા નજીક રિક્ષામાં દારૂની હેરાફેરીનું રેકેટ ઝડપી રીક્ષા ચાલકની ધરપકડ કરી

ગાંધીનગર:જિલ્લામાં દારૃની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે રખિયાલ પોલીસે ધારીસણા નજીક રીક્ષામાં વિદેશી દારૃની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડયું હતું અને રીક્ષા ચાલકને પકડી વિદેશી દારૃની ર૪ બોટલ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે ૪૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને દારૃ મંગાવનાર શખ્સ સામે પણ ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.    

ગાંધીનગર જિલ્લામાં હાલ દેશી વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રીક્ષા નં.જીજે-૧-બીયુ-૪૧૭રમાં અભિ રાઠોડ નામનો શખ્સ વિદેશી દારૃ ભરીને ધારીસણા પુલ પાસેથી પસાર થવાનો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને ધારીસણા ગામ તરફથી આ રીક્ષા આવતાં તેને ઉભી રાખી હતી. જેના ચાલકનું નામ પુછતાં અભિમન્યુ ઉર્ફે અભી અમરસિંહ રાઠોડ રહે.ધારીસણા હોવાનું બહાર આવ્યું હતું. જયારે રીક્ષામાં તપાસ કરતાં અલગ અલગ માર્કાની વિદેશી દારૃની ર૪ બોટલ મળી આવી હતી. પોલીસે દારૃ અને રીક્ષા મળી કુલ ૪૬ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને આ દારૃ સંદર્ભે પુછતાં તે દહેગામના બીલમણા ગામે રહેતા વિજય ઉર્ફે શેટ્ટી અરજણજી ઠાકોરને આપવાનું કબુલ્યુ હતું જો કે દારૃ કયાંથી લવાયો હતો તે અંગે યોગ્ય જવાબ આપ્યો નહોતો. પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ આ બન્ને શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. 

(4:45 pm IST)