Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વડોદરા: ઉદેપુરથી અમદાવાદ લવાતો દારૂનો જથ્થો વાઘોડિયા પોલીસે ઝડપી 326 બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડયા

વડોદરા: શહેરમાં દારૂનો જથ્થો ઉદેપુર થી અમદાવાદ પહોંચે તે અગાઉ વડોદરાની વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. 27518 ની કિંમતના દારૂના 326 નંગ કવોટરીયા તથા પાઉચ ભરેલી ગાડી સાથે  બે શખ્સોને ઝડપી પાડી દારૂનો જથ્થો મંગાવનાર તથા મોકલનાર અને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાઘોડિયા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, મહિન્દ્રા ગાડી માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો જથ્થો હાલોલ થી વડોદરા શહેર તરફ જવાનો છે. જેથી સતર્ક થયેલી પોલીસે કુમેઠા ગામના પાટિયા નજીક બાતમી મુજબ ની ગાડી જણાતા રસ્તા ઉપર વાહનોની આડાશ કરી તેને અટકાવી હતી. પ્રાથમિક પૂછતાછમાં કારચાલક સચિન પારાસર તથા કંડકટર સીટ પર બેસેલી વ્યક્તિ બબલુખા મેવાતી (બંને રહે- ઉત્તર પ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. ગાડીમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 27518 ની કિંમતના દારૂના 326 નંગ કવોટરીયા તથા પાઉચ મળી આવ્યા હતા.

પોલીસની સઘન પૂછતાછ માં આરોપીઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનના ઉદેપુર નજીક મીથીલેશ નામના વ્યક્તિ પાસેથી આ દારૂનો જથ્થો ભરી લાવી અમદાવાદ ખાતે રહેતા અનવર અલી નામના વ્યક્તિને આપવાનો હતો. તપાસ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો, અંગજડતી દરમિયાન મળી આવેલા બે મોબાઇલ ફોન અને ગાડી સહિત 3,36,518 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:42 pm IST)