Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જિઓરપાટી ગામમાં પાણીપુરીનો લારી ઉપર વધુ માણસો ભેગા કરનાર સામે ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના જિઓરપાટી ગામમાં પાણીપુરીની લારી ચલાવતા વ્યક્તિએ પોતાની લારી ઉપર વધુ માણસો ભેગા કરતા ગુનો દાખલ થયો હતો.
  મળતી માહિતી મુજબ વિજયભાઇ વિષ્ણુભાઇ ત્રિવેદી જીઓરપાટીએ  પોતાની પાણીપુરીની લારી ઉપર છ માણસો ભેગા કરેલ હોય જે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા રાજપીપળા પોલીસે જાહેરનામા ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી છે.

(1:25 pm IST)