Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે સફળ મોકડ્રીલ યોજાયું

 (ભરત શાહ દ્વારા)રાજપીપળા : કોવિડ-૧૯ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ–નિદર્શન ના ભાગરૂપે  રાજપીપળા માં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખાતેના કમ્પાઉન્ડમાં કાગળ અને પુઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું  સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હુતું.
જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને આરોગ્યતંત્રના અધિકારીઓ અને હોસ્પિટલના સંબંધિત આરોગ્ય રક્ષકોની ઉપસ્થિતિમાં રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન અનિલભાઇ રોહિતે વિસ્તૃત જાણકારી આપી હતી.આ મોકડ્રીલ-નિદર્શન પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, રાજપીપલા નગર પલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તા, આર.એમ.ઓ. ડૉ.મનોહર મજીગાંવકર, નાંદોદના મામલતદાર ડી.કે.પરમાર, ચિટનીશ અને ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર એસ.એન.સોની સહિત હોસ્પિટલ ના સંબંધિત તબીબી અધિકારીઓ અને આરોગ્ય રક્ષકો વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

(1:04 pm IST)