Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ઇન્ફેકશન સ્પેશિયાલિસ્ટ અને ફિઝિશિયન કહે છે

કોરોનામાં શરૂઆતના ૬ દિવસો ગોલ્ડન ટ્રીટમેન્ટના દિવસો ગણાય

રોગના લક્ષણો જોવા મળ્યા બાદ એક સપ્તાહ કે વધુ સમયગાળા સુધી ઘરગથ્થુ ઇલાજમાં દર્દી સમય કાઢી નાખે છે, તે પછી જોખમ વધી જાય છે

વડોદરા,તા.૮: કોરોનાના થર્ડ વેવનો સામનો કરવા માટે નિરાશા છોડીને ભયથી મુકત થઇ તેની સામે રક્ષણ મેળવવાની ક્ષમતા કેળવવા માટે ખાનગી સરકારી આરોગ્ય તંત્ર વચ્ચે વધુ સુમેળ સધાય અને લોકો સ્વયં શિસ્તનું પાલન કરે તો આ લડાઇ વધુ કષ્ટદાયક નહી રહે તેવુ શહેરના ઇન્ફેકશન સ્પેશીયાલિસ્ટ અને ફિઝીશીયન કહે છે.

કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાધવને ચેતવણી ઉચ્ચારી છ કે જે રીતે દેશમાં કોરોના પ્રસરી રહ્યો છે તે જોતા કોરોનાનો થર્ડ વેવ આવશે. આ આગાહીના પગલેજ શહેરીજનોના મનમાં ઉચાટ વ્યાપ્યો છે. શહેરના જાણીતા ઇન્ફેકશન સ્પેશીયાલિસ્ટ હિતેન કારેલીયા અને ફીઝીશીયન ડો. બાલમુકુંદ સોનીએ જણાવ્યુ હતુ કે હાલમાં કોરોનાનો સેકન્ડ વેવનું જોર સહેજ ઘટયુ હોય તેમ દેખાઇ રલુઈ આવેવનું જોર થોડુ નબળુ પડે ત્યારે તે સમયનો સદ ઉપયોગ કરવો જોઈએ અને થર્ડ વેવમાં દરેક દર્દીને દવાઓ, ઈન્જેકશન ઓકિસજન અને બેડ મળી રહે તે માટે તંત્રએ તૈયારી કરી દેવી જોઇએ. એકલા બેડ વધે તે જરૂરી નથી તેની સાથે ડોકટર. પેરામેડિકલ સ્ટાફ, મેડિકલ ઈકવીપમેન્ટ વધે જરૂરી છે. હાલના સમયમાં હેલ્થ સીસ્ટમ ઉપર સ્ટ્રેસ વધી ગયો છે તે ઘટાડવા માટે દરેકે પ્રયત્ન કરવો પડશે. ખાનગી સરકારી હોસ્પિટલના તંત્ર વચ્ચે વધુ સુમેળ અને તાલમેલ રહે તેવુ જરૂરી છે.

દર્દીને જો શરીરમાં કોઇ પણ નવુ લક્ષણ જોવા મળે તો તુર્તજ ડોકટરનો સંપર્ક સાધવા માટે જણાવાયુ છે. રોગના લક્ષણો જોવા મળ્યા બાદ એક સપ્તાહ કે વધુ સમય ઘરગથ્થુ ઇલાજમાં દર્દી સમય કાઢી નાખે છે બીજા વેવમાં તેવા દર્દીઓના જીવન સામે પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. પ્રથમ ૬ દિવસ હવે ગોલ્ડન ટ્રીટમેન્ટના દિવસો ગણાય છે. રોગનુ ત્વરીત નિદાન અને સારવાર જ બચાવી શકે છે. થોડી રોગપ્રતિકારક શકિત વધતાજ રોગ પ્રત્યે બેફીરાઇજ વધુ પાતક નિવડી રહી છે. સજાગ રહેવાથીજ થર્ડ વેવની વ્યાપકતા તીવ્રતા ઓછી કરી શકાશે તેવુ ડો. કારેલીયા અને ડો. સોનીએ ઉમેર્યું હતુ.

(11:53 am IST)