Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સિકયોરિટી કેન્દ્રમાં રાખી,વિશેષ ટેલિફોન બુથ દ્વારા ૫ માસમાં ૪૮૪૨ કેદીઓને પરિવાર સાથે વાત કરાવી છેઃ ડો. કે.એલ.એન.રાવ

એક અંદાજ મુજબ રોજ બેથી ત્રણ પરિવાર રૂબરૂ આવતા,પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાને કારણે તેમના પર સંક્રમણ સાથે આર્થિક ખર્ચ અને ચિંતાઓ રહેતી,જેલ સુપ્રિ.નાયબ જેલ સુપ્રિ.સાથે બેઠકો કરી આખું આયોજન તૈયાર કર્યું જેને આવકાર મળ્યો છે, તેમ ગુજરાત જેલ વડા જણાવે છે : કેદીઓને તથા તેમના પરિવારને રૂબરૂ મુલાકાત બંધ હોવાને કારણે પરસ્પર ચિંતન થાય તે માટે સલામતી કેન્દ્રમાં રાખી ખાસ ટેલીફોનીક બુથની વ્યવસ્થા ગુજરાતમાં કોરોના પાપા પગલી માંડી ત્યારથીજ કરવામાં આવી છે

રાજકોટ તા.૮, સાબરમતિ જેલમાં અત્યંત કાળજી લેવા છતાં ૮૧ કેદીઓ સંક્રમિત થવા સાથે ૫ કેદીઓને હોસ્પિટલમાં ખસેડવાના પગલે પરિવાર અને સગાઓની રૂબરૂ મુલાકાત પર્ પ્રતિબંધ લાદી વિડિયો કોલિંગ દ્વાર મુલાકાત અભિયાનને વધુ સક્રિય બનાવવામાં આવ્યું હોવાની બાબતને ગુજરાતના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા 'અકિલા' સમર્થન આપવામાં આવ્યું છે.

'અકિલા' સાથેની વાતચીતમાં ડો. કે.એલ.એન.રાવ દ્વારા વિશેષમાં જણાવેલ કે અમારા જેલ પ્રશાસન દ્વારા કોરોના પ્રથમ લહેર અર્થાત્ એપ્રિલ, ૨૦ થી  ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૮૭૪૦  કેદીઓને તથા જાન્યુઆરી ૨૦૨૧ થીમે ૨૦૨૧ સુધી ૪૮૪૨ કેદીઓને તેમના પરિવાર સાથે વાતચીત વિજાણુ સાધનો મારફત મુલાકાત કરાવી આપવામાં આવી છે. પરિણામે એક બીજાના હાલ ચાલ જાણી ખોટો ચિંતાથી દૂર રહે .

અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા હાલના પ્રવર્ત્માન સમયમાં જેલમાં રહેલ કેદીઓને કોરોના વાયરસ બીજી લહેરની અસરથી મુકત રાખવા સારૂ સંક્રમણનું પ્રમાણ ઘટાડવા હેતુ તેમની રૂબરૂ મુલાકાત બંધ કરવામાં આવેલ છે. સમગ્ર ભારત તથા ગુજરાતમાં જયારે કોરોના વાયરસ (કોવિડ-૧૯)ની અસર જોવા મળે છે ત્યારે સ્વાભાવીક છે કે જેલમાં રહેલ આરોપીઓ તથા કેદીઓને પણ તેમના કુટુંબીજનો તથા સગા સંબંધીઓની ચિંતા થાય તે સ્વાભાવિક બાબત છે. આથી અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા જેલમાં રહેલ કેદીઓને તેમના પરિવાર સાથે મુલાકાત માટે ખુબ જ મોટી સંખ્યામાં ઇ-મુલાકાતનું અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેમાં રોજેરોજ મોટી સંખ્યામાં કાચા તથા પાકા કામના બંધીવાનોને પોતાના પરિવાર સાથે ઇ-મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવવામાં આવે છે. અને આ ઇ-મુલાકાત બાદ કેદીઓમાં એક પ્રકારની સંતોષની લાગણી અને પોતાના પરિવારને ખુશ તથા તંદુરસ્ત જોઇ આનંદ અનુભવે છે અને આ કારણે થોડા ઘણા અંશે તેઓ માનસીક તાણમાંથી મુકિત મેળવે છે અને રૂબરૂ મુલાકાત સમયે કેદીને મળવા માટે રેગ્યુલર બે થી ત્રણ પરિવારના સભ્યો આવતા હોય છે અને તેમા તેઓને દુર દુરથી કેદીની મુલાકાત માટે આવવા-જવા દરમિયાન આર્થીક ખર્ચ પણ થતો હોય છે જેના બદલે ઇ-મુલાકાત દ્વારા ઘરે રહીને ઘરના સભ્યો સાથે કોઇપણ જાતના આર્થીક ખર્ચ વગર કેદીની સાથે ઓડીયો-વિડીયોથી વાતચીત કરી શકે છે અને આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં કેદીઓના પરિવાર તેમજ કેદીઓને પોતાને આ મહામારીની ચિંતા રહેતી હોય છે જેના નિવારણ માટે બંધિવાનો પરિવારના સતત સંપર્કમાં રહે તે માટે વિના મુલ્યે અઠવાડીયામાં ત્રણ વખત પ્રત્યેક બંધિવાનને ટેલીફોનીક સુવિધા આપવામાં આવે છે. તેથી તેઓના પરિવારના સભ્યો ઘરે જ રહી તેમના ફોનથી જ કેદીઓ સાથે સંપર્કમાં રહી શકે છે.

(11:49 am IST)