Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજયમાં ચશ્માની દુકાનો ખુલી તો અન્ય વેપારીઓએ કહ્યું, 'અમારો શું વાંક?'

અમદાવાદ ઓપ્ટિકલ અસોશિએશને ચશ્માની દુકાન ચાલુ રહે તેવી રજુઆત કરી હતી

અમદાવાદ,તા. ૮: મેડિકલ સ્ટોરની જેમ ચશ્માની દુકાન ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. મહામારીને પગલે રાજય સરકારે કેટલાક વ્યવસાયને ચાલુ રાખવા માટે આદેશ આપ્યા છે તો કેટલાક વ્યવસાયને બંધ રખાયા છે. અમદાવાદ ઓપ્ટિકલ અસોશિએશનને ચશ્માની દુકાન ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી. જેથી સરકારે ઓપ્ટિકલની દુકાનોને ચાલુ રાખવા આદેશ આપ્યો છે કે, અનુસાર પેરામેડિકલમાં દુકાનો બંધ નહીં કરાવી શકાય તેમ જ તેમના સ્ટાફને રસ્તામાં પોલીસવાળા પણ ન રોકે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ઓપ્ટિકલ વેપારીઓ સામે ૧૮૮દ્ગક કલમ લગાવી કેસ કર્યા હતા. જે બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ઓપ્ટિકલ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ માલીના જણાવ્યા અનુસાર, ચશ્મા માટેની મશીનરીએ પેરા મેડિકલના સાધનોમાં આવે છે.

આ અંગે એસોસિયેશન દ્વારા ૨૮ એપ્રિલથી ગૃહ વિભાગને જાણ કરવામાં આવી હતી. લગભગ ૫ વખત પત્ર લખ્યાં બાદ ગૃહ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. આ અંગે એસોસિએશનના સેક્રેટરી યોગેશ પટેલ દ્વારા જણાવ્યું કે, અમે રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આભારી છીએ. જેમને એમને વેપાર માટે આ પ્રકારે પરવાનગી આપી છે.

અમદાવાદ શહેરમાં સોની, દ્યડિયાળી, કાપડના વેપારી, દરજી, સલૂન, પાન ગલ્લા, મોચી આ તમામ વેપારીઓ રાતા પાણીએ રડી રહયા છે લોકોને તમામ વસ્તુઓની જરૂર છે.

પરંતુ તેઓ ખરીદી નથી શકતા. તમામ વેપારીઓ નારાજ પણ છે, કારણ કે જે પ્રકારે અમદાવાદી વેપારીઓએ સામેથી લોકડાઉન અને સમય ઘટાડીને લોકડાઉનની શુરુઆત કરી હતી તેનાથી તેઓ ૫૦% ધંધો કરી શકતા હતા પરંતુ હવે ઘણી દુકાનો બંધ હાલતમાં છે. બીજી તરફ જાહેરનામામાં નિયમો અનુસાર મોબાઈલ આઇ ટી એટલે ઇલેકટ્રોનિકસની દુકાન ખુલ્લી રાખવા જણાવ્યું છે.

પરંતુ પોલીસ વિભાગના કોન્સ્ટેબલને અસમજણ અથવા પીઆઈ તરફથી જે આદેશ મળે છે તેના પાલન અનુસાર અપવાદરૂપ હોવા છતાં દુકાનો બંધ કરવી પડે તેવી ફરિયાદો ઊઠી છે.

(10:00 am IST)