Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સરકારની બોગસ વેબસાઈટ બનાવી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાના બહાને છેતરપીંડી : બે આરોપીઓ ઝડપાયા

પટોપ સ્કીમ નામે ઓનલાઈન અરજી વિદ્યાર્થીઓ પાસે કરાવીને લેપટોપ સહાયના નામે રૂ.500 પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા

અમદાવાદ:  કોરોના મહામારીમાં પણ ઠગ ટોળકી લોકોને છેતરવામાં પાછળ રહેતી નથી અને સાઇબર ક્રાઇમ સોશિયલ મીડિયા પર વોચ રાખી શકે છે પરંતુ આવી ટોળકીઓ ફરિયાદ વગર પકડી પડે તો અનેક નિર્દોષ લોકોના રૂપિયા બચી જાય. એક વ્યક્તિએ સરકારની બોગસ વેબસાઈટ બનાવીને ટેબ્લેટ આપવાનું કહીને વિદ્યાર્થી પાસેથી ટેબ્લેટ દીઠ રૂ.500 મેળવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી હતી. આ અંગે સાઈબર ક્રાઈમે શખ્સ વિરુદ્ધમાં છેતરપિંડી અને ડોક્યુમેન્ટમાં ચેડા કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી બે આરોપીની ધરપકડ કરી હતી.

ન્યુ રાણીપમાં રહેતા અપેક્ષાબેન શાહ નોલેજ કોન્સોટીયમ ઓફ ગુજરાત શિક્ષણ વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. અપેક્ષાબેન નમો ઈ-ટેબ યોજના અંતર્ગત ટેબ્લેટ વહેંચણીનું કામ કરે છે. દરમિયાન અપેક્ષાબેનને જાણવા મળ્યુ હતું કે, સંજય સુમરા નામના વ્યક્તિએ સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઈલ બનાવીને સોશીયલ મિડીયામાં વહેતી કરી લેપટોપ સ્કીમ નામે ઓનલાઈન અરજી વિદ્યાર્થીઓ પાસે કરાવીને લેપટોપ સહાયના નામે રૂ.500 પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવે છે.

જેથી આ મામલે અપેક્ષાબેને વેબસાઈટના હોમ મેનુમાં જઈ જોયુ તો રાજ્ય સરકારની વેબસાઈટ રિ-ડાયરેક્ટ થતી જોવા મળી હતી. જેથી ટેક્નિકલ ટીમ મારફતે વેબસાઈટનું એનાલિસીસ કરાવ્યુ ત્યારે વેબસાઈટ ખોટી હોવાનું જાણવા મળ્યુ હતુ. બીજી બાજુ સંજયે આશરે 71 વિદ્યાર્થીઓ પાસેથી લેપટોપ સહાયમાં આપવાના બહાને રૂ.35.500 રૂપીયાની છેડતરપીંડી કરી હતી. જો કે આ મામલે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સહાયકારી યોજનામાં તપાસ કરાવી ત્યારે સરકારની માત્ર ઈ-ટેબ યોજના કાર્યરત છે

(1:17 am IST)