Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મુંબઈ અને પંજાબને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીની સિદ્ધાંતિક મંજૂરી

એનિમલ એક્સચેંજ પ્રોગ્રામ અન્વયે આ બંને રાજ્યો વન્ય પ્રાણીઓ - પક્ષીઓ આપશે

અમદાવાદ :એનિમલ એક્સચેંજ પ્રોગ્રામ અન્વયે મુંબઈ અને પંજાબને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સિદ્ધાંતિક મંજૂરી આપી છે

મુંબઈ - પંજાબ પણ ગુજરાતને વન્ય પ્રાણીઓ - પક્ષીઓ એક્સચેન્જમાં આપશે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતને ઝીબ્રા, હિમાલયન રીંછ, જંગલ કેટ સહિતના વિવિધ વન્યપ્રાણી મળશે

  આ નિર્ણયથી રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી પરિચિત થશે

 મુ  ખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ  એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

 દેશના વિવિધ રાજ્યોના વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી અન્ય રાજ્યના નાગરિકો અને પ્રવાસીઓ પરિચિત થાય તેવા હેતુથી આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે.

     મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર જૂનાગઢના શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી મુંબઈના વીર માતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનને બે નર અને બે માદા સિંહ આપવામાં આવશે. મુંબઈનું આ ઉદ્યાન તેની સામે જુનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ઝીબ્રાની બે જોડી, કોકટેઈલ ગ્રે ની બે જોડી, કોકટેઈલ વ્હાઈટની એક જોડી, નાઈટ એરોન ની ચાર જોડી તથા એક માદા હોર્નબિલ જેવા વન્યપ્રાણીઓ આપશે.

 એ જ પરિપાટીએ રાજકોટના જિયોલોજિકલ પાર્ક તરફથી પંજાબના છતબીર ખાતે આવેલા એમ.સી જિયોલોજિકલ પાર્કને સિંહની એક જોડી એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ અન્વયે અપાશે.

 પંજાબનો આ જિયોલોજિકલ પાર્ક તેની સામે રાજકોટના જિયોલોજિકલ પાર્ક અને એક હિમાલયન રીંછ, જંગલ કેટની એક જોડી, હમદ્રયાસ બબુન એક જોડી, રોઝ રીંગ પેરાકીટ ત્રણ જોડી, કોમ્બ ડક બે જોડી, ઝીબ્રા ફ્રિન્ચ, અેલેઝાન્ડ્રીન પેરાકીટની બે જોડી અને પેઇન્ટેડ સ્ટ્રોક જેવા વન્ય પ્રાણીઓ એક્સચેન્જમાં આપશે

(12:48 am IST)