Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ગુજરાતમાં સૌપ્રથમવાર વડોદરા રેલવે વિભાગ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ :કચરાનો થશે નિકાલ:બનશે ખાતર

પ્રતિ દિવસ ભીના કચરામાંથી 100 કિલો જેટલું ખાતરનું ઉત્પાદન

 

વડોદરા: રાજ્યમાં સૌપ્રથમ વાર વડોદરા રેલવે વિભાગ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ શરૂ કરાયો છે હવે સૂકા અને ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાશે અને કચરાના નિકલના ફળસ્વરૂપે ખાતર પણ મેળવી શકાશે.

વેસ્ટર્ન રેલવે દ્વારા સૌ પ્રથમ વાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની શરૂઆત મુંબઈમાં કરાઈ હતી હવે ગુજરાતમાં પહેલો પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યો છે.

 વડોદરા રેલવે સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં આવન જાવન કરતાં મુસાફરો અને અનેક ટ્રેનો મારફતે મુસાફરી કરતાં મુસાફરો દ્વારા ત્યજી દેવાતા ભીના અને સૂકા કચરાનું એકત્રીકરણ કરીને તેના ઉપર પ્રોસેસિંગ કરી ખાતર બનાવવાનો પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યો છે.

 વડોદરા ખાતે નિર્માણ પામેલ પ્લાન્ટ ખાતેથી પ્રતિ દિવસ ભીના કચરામાંથી 100 કિલો જેટલું ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો દ્વારા ત્યજી દેવાતા સૂકા ભીના કચરાને રેલવે સ્ટેશન ખાતેથી એકત્રિત કરી તે કચરાને પ્લાન્ટ ખાતે લાવવામાં આવે છે અને ત્યાર બાદ પ્લાન્ટ ખાતે ફરજ બજાવતાં કર્મીઓ સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને બંને પ્રકારના કચરાને વર્ગીકૃત કરીને પ્લાન્ટમાં પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે અને પ્લાન્ટમાં સ્થાપિત ઓટોમેટિક મશીન દ્વારા કચરા પર પ્રોસેસિંગ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે.

(12:43 am IST)