Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદ આરટીઓમાં લાયસન્સ કામગીરી સવારે 9થી 6 સુધી ચાલુ :શનિવારે પણ ટેસ્ટ ટ્રેક શરુ રખાશે

કામનું ભારણ ઘટાડવા એન્ડ કામગીરી ઝડપી બનાવવા લેવાયો નિર્ણંય

 

અમદાવાદ : રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક આદેશ જાહેર કર્યો છે. લાયસન્સની પ્રક્રિયા ઝડપી બનાવવા અને આરટીઓનું ભારણ ઘટાડવા માટે શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ રખાશે. હવેથી RTOમાં લાયસન્સ માટેની કામગીરી સવારે 9 કલાક થી 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.  

આરટીઓમાં સવારથી લાયસન્સ કે અન્ય કામીગીરીનું સતત ભારણ જોવા મળે છે. આ ઉપરાંત એજન્ટોની ભરમાળ પણ RTOમાં એટલી જ દેખાય છે. એપોઇન્ટમેન્ટ સાથે આવતા વાહન ચાલકોને પણ RTOની કામગીરી પૂરી કરતા દિવસ આખો વ્યય થતો હોવાનો અહેસાસ થાય છે. તેમ છતાં RTOની કામગીરી પેડીંગ રહેતી. જેને લઇ આરટીઓમાં ચાલતી લાલીયાવાડીને અટકાવવા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.  જેમાં હવેથી ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે.

(12:04 am IST)