Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજ્યમાં આગામી 48 કલાક થન્ડર સ્ટ્રોમની આગાહી ; પ્રિ-મોનસુન લિક્ટિવિટિ શરુ :વાતાવરણમાં થશે પલટો

વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ વરસશે:ગરમીમાં મળશે રાહત

 

અમદાવાદ ;રાજ્યમાં કાળઝાળ ગરમીમાં રાહત મળશે તાપમાનનો પારો નીચે જવાની હવામાન  વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને તેના પગલે આગામી 10-12 મે દરમિયાન થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

  હવામાન વિભાગની આગાહી મુજબ દવિસો દરમિયાન રાજ્યમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદ વરસશે. દિવસો દરમિયાન પવનની ગતિ 30થી 40 કિલોમિટર પ્રતિ કલાકની રહેશે. વીજળીના ચમકારા સાથે 10 તારખી રાજ્યાના બનાસકાંઠા, રાજકોટ અને કચ્છમાં વાતાવરણમાં પલટો થવાની આગાહી છે. 11મી તારીખે બનાસકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલી માટે આગાહી આપવામાં આવી છે. 12મી મેના રોજ રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, સુરેન્દ્રનગર માટે વૉર્નિંગ આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાકિસ્તાન તરફથી ફૂંકાતા પવનના કારણે વાતાવણમાં પલટો જોવા મળશે. એક તરફ ઊનાળો આકરા પાણીએ છે ત્યારે ફરી એક વાર રાજ્યમાં વાતાવરણમાં પલટો થતાં રાજ્યવાસીઓને ગરમીથી રાહત મળે તેવી વકી છે

(11:22 pm IST)