Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટની પોલીસ પ્રૉટેક્શન માટેની અરજીની કાલે સુનાવણી

અજાણયા લોકો અને પોલીસ તેમનો પીછો કરતી હોવાનું શ્વેતા ભટ્ટે આક્ષેપ કર્યો હતો

 

અમદાવાદ :પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ અને તેમ ઘરની બહાર કેટલાક અજાણયા લોકો વોચ રાખતા હોવાની બાબત સાથે પોલીસ પ્રોટેક્શન મેળવવા અરજી પર જસ્ટીસ સોનિયા ગોકાણીની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં સરકાર પક્ષના વકીલે મુદે રાજ્ય સરકારની હાયર ઓથોરિટી સાથે ચર્ચા કર્યા બાદ પોતાનું વલણ હાઈકોર્ટ સમક્ષ રજુ કરવાની દલીલ કરી હતી. મામલે વધુ સુનાવણી 10મી જુનના રોજ હાથ ધરવામાં આવશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે 21 વર્ષ જુના 1996 NDPS કેસમાં સંજીવ ભટ્ટ છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં છે ત્યારે પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા સુરક્ષા મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.. અરજદાર શ્વેતા ભટ્ટે પીટીશનમાં આક્ષેપ કર્યો છે કે ઘણા સમયથી કેટલાક અજાણયા લોકો તેમના ઘરની બહાર વોચ રાખી આટાફેરા મારે છે..ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આઈઆઈએમ પાસે તેમની કારનો અકસ્માત પણ થયો હતો. અજાણયા લોકો અને પોલીસ તેમનો પીછો કરતી હોવાનું પણ શ્વેતા ભટ્ટે આક્ષેપ કર્યો હતો.

(10:54 pm IST)