Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું : 350થી વધુ મુસાફરો અટવાયા

છ કલાક હેરાન થયા બાદ કંપનીએ હોટલમાં મોકલી પ્રાથમિક સુવિધા આપી

 

અમદાવાદ :મુંબઈથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ઇમરજન્સી લેન્ડિક કરાયું હતું ફ્લાઈટમાં બેઠેલા 350થી વધારે મુસાફરો અટવાયા છે. જેમાં મોટાભાગે ગુજરાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે

  અંગે એર ઇન્ડિયા દ્વારા કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં હોવાનું મુસાફરે જણાવ્યું હતું. જોકે, સ્થાનિક તંત્ર દ્વારા તેમને મદદ કરવામાં આવી રહી છે

મળતી માહિતી પ્રમાણે મુંબઇથી લંડન જતી ફ્લાઇટનું ઓસ્ટ્રિયામાં ટેકનિકલ ખરાબીના કારણે વિયેના એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું. સાથે 350થી વધારે મુસાફરો અટવાયા હતા. એસ્ટ્રિયાના એરપોર્ટ ઉપર કલાકથી વધારે સમય હેરાન થયા બાદ સ્થાનિક કંપનીએ તેમને હોટલમાં મોકલી આપીને તેમની પ્રાથમિકે સુવિધા આપી હતી 

 

(10:52 pm IST)