Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હવે મીઠાપુરને મળશે હવાઈ જોડાણ :ટાટા કેમિકલ્સ મીઠાપુરની એરસ્ટ્રીપનો કરાશે વિકાસ :મંજૂરી મળી

 

અમદાવાદ :પ્રાદેશિક હવાઈ સેવા જોડાણ "આર.સી.એસ"માં હવે ટાટા કેમિકલ્સ મીઠાપુર અર સ્ટ્રીપનો પણ સમાવેશ કરાયો છે દ્વારકા  સહિતના સૌરાષ્ટ્ર ના યાત્રાધામે આવનારા પ્રવાસીઓને સરળ હવાઈ સેવા પૂરી પાડવાનો ધ્યેય છે

 ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રાદેશિક હવાઈ જોડાણ "રિજીયોનલ કનેક્ટીવીટી સ્કીમ(આર સી.અસ) " અંતર્ગત ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરવામાં આવશે.

 ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા એમ..યુ અન્વયે રાજ્યમાં કુલ ૧૧ હવાઈ પટ્ટીઓને કનેક્ટીવીટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની અેર સ્ટ્રીપનો પણ આર.સી.અેસ અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રુ.૨૯.૯૭ કરોડ ફાળવવાની છે.

 પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ  સૌરાષ્ટ્ર ના અન્ય યાત્રા ધર્મોમાં આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે  પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો આર.સી.અેસ અન્વયે એરપોર્ટ તરીકે વિકાસ કરશે

(10:51 pm IST)