Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સુરતના લિંબાયતની બે સંતાનની માતાએ આડા સંબંધનો ભાંડો ફૂટી જવાના ડરથી કર્યો આપઘાત

પ્રેમી સાથે જેઠાણી જોઈ જતા ઊંઘની ગોળી ખાધી હોસ્પિટલમાંથી રજા આપતા ઘરે આવીને ગળેફાંસો ખાઈ લીધો

 

સુરતના લિંબાયતની બે સંતાનની માતાએ આડા સંબંધનો ભાંડો ફૂટી જવાના ડરથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.થોડા દિવસ અગાઉ પ્રેમી સાથે જતી હતી ત્યારે જેઠાણી જોઇ ગઇ હતી. તેથી ગભરાહટમાં તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે

 

    અંગે મળતી વિગત મુજબ લિંબાયતમાં રહેતી 27 વર્ષીય પરિણીતાને બે સંતાન છે.મૂળ મહારાષ્ટ્રની વતની હતી. થોડા દિવસ અગાઉ વધુ પડતી ઊંઘની ગોળી ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબિયત સુધારા ઉપર આવતા રજા આપી દેવામાં આવી હતી.ત્યારબાદ ઘરે આવ્યા પછી તેણીએ પંખાની હૂક સાથે સાડી વડે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી

. તેણીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ જેઠાણીને થઇ જતાં તેણી ડરી ગઇ હતી. અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથધરી છે

 

(10:00 pm IST)