Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદ:રામોલ ગેંગરેપ કેસના મુખ્ય આરોપી અંકિત પારેખના DNA મૃત બાળક સાથે થયા મેચ

ગેંગરેપ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરીને ડીએનએ એફએસએલમાં મોકલાયા હતા

અમદાવાદના રામોલ ગેંગ રૅપ કેસમાં આરોપી અંકિત પારેખના ડીએનએ મૃત બાળક સાથે મેચ થયા છે. તમામ આરોપીઓના ડીએનએ કરાયા હતા જેમાં અંકિતનો ડીએનએ મળી આવતા પોલીસને વધુ એક પુરાવો મળ્યો છે .અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલ ગેંગ રૅપ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓના ડીએનએ એફએસએલ ખાતે મોકલાયા હતા પોલીસને રિપોર્ટ સોંપાયો છે જેમાં અંકિત પારેખ અને ભોગ બનનારે જે મૃત બાળકને જન્મ આપ્યો હતો તે બંન્નેના રિપોર્ટ મેચ થયા છે. પોલીસનું કેહવું છે કે, આ રિપોર્ટ પુરાવા તેમના માટે મહત્વના છે.
   આ કેસમાં હજુ પણ એક આરોપી વોન્ટેડ છે. વોન્ટેડ આરોપી હાર્દિકને પકડવા હાલ પણ 3 ટીમો કામ કરી રહી છે. ભોગ બનનારને એટીકેટીમાં પાસ કરી આપવનું કહી તેની સાથે ગેંગ રૅપ કરવામાં આવ્યો હતો
લાંબી સારવાર બાદ કિડનીની બીમારીથી યુવતીનું મોત થયું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે યુવતી સાથે સૌથી પહેલા અંકિતની મુલાકાત થઈ હતી. અંકિતે યુવતી સાથે પહેલા રૅપ કર્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ પણ સામેલ થઈ ગયા હતા. હાલ તો 3 આરોપીઓ પોલીસ ગિરફટમાં આવી ગયા છે ત્યારે હજુ એક આરોપી ફરાર છે

 

(9:50 pm IST)