Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અરવલ્લી એલસીબી પોલીસે દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ :સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂના જથ્થા બુટલેગરને ઝડપ્યો

દારૂની 930 બોટલો સાથે 5,43 લાખથી વધુનો મુદામાલ જપ્ત

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા મેઘરજ તાલુકાના બેલ્યા ગામ નજીકથી સ્વીફ્ટ કારમાંથી બુટલેગર સાથે ૯૩ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ અરવલ્લી જીલ્લા એલસીબી પીએસઆઈ કે. એસ. સિસોદિયા તેમજ તેમનો સ્ટાફ મેઘરજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીને આધારે વોચ ગોઠવી બેલ્યા ગામેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર GJ 02 BP 1679 ની તપાસ કરતાં તેમાંથી આરોપી સુનિવકુમાર ઉર્ફે શૈલેષ રામાભાઈ ડામોરની તપાસ કરતા ગાડીની વચ્ચેની શીટ તેમજ ડેકી અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

કારમાંથી વિદેશી દારૂની કુલ 930 બોટલ જપ્ત કરી હતી. જેની કુલ કિંમત 93,000 છે, જ્યારે સ્વીફ્ટ કાર, મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે પોલિસે કુલ રૂ.5,43,500નો મુદ્દામાલ કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

(8:41 pm IST)