Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મેઘરજ રોડને ફોરલેન બનાવનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી : પાઈપલાઈનમાં ત્રીજીવાર ભંગાણ

ઉનાળે અષાઢી માહોલનું સર્જન :હજ્જારો લીટર પાણીનો વેડફાટ થતા નગરજનોમાં આક્રોશ

મોડાસા ચાર રસ્તાથી મેઘરજ બાયપાસ ચોકડી સુધી ફોરલેન બનાવવનાર કોન્ટ્રાકટરની બેદરકારીના પગલે શહેરીજનોને પુરા પાડતી પીવાના પાણીની પાઈપલાઈનમાં જેસીબી મશીનથી ત્રીજી વાર ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડતા ભાર ઉનાળે અષાઢી માહોલનું સર્જન થયું હતું હજ્જારો લીટર પાણીનો વેડફાટ થતો નગરજનોમાં આક્રોશ ફેલાયો હતો.

  મોડાસાના મેઘરજ રોડ વિસ્તારમાં વિકાસના કામો પ્રજાજનો અને નગરપાલિકા તંત્ર માટે પણ માથાનો દુઃખાવો બન્યા છે મેઘરજ રોડ ફોરલેન બનાવવા કામગીરી ચાલી રહી છે. જેમાં કોન્ટ્રાકટરની બેદરકારીના ભોગે હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો વધુ એકવાર રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતા જેસીબી મશિનથી પીવાના પાણીની પાઇપ લાઇનો તૂટવાની ઘટનાઓ યથાવત જોવા મળી હતી.

(8:32 pm IST)