Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દિલ્હીમાં :ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મોડીસાંજે બેઠક યોજશે

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાની હાજરીમાં દિલ્હીના શાહ ઓડિટોરિયમ, સિવીલ લાઇન્માં બેઠક

અમદાવાદ :રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી આવતીકાલે,ગુરૂવાર તા. ૯ મે ના મોડી સાંજે દિલ્હીમાં ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મુલાકાત અને બેઠક યોજશે.

  કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતીમાં દિલ્હી ખાતે શાહ ઓડિટોરિયમ, સિવીલ લાઇન્સ ખાતે મોડી સાંજે ૮ કલાકે આ બેઠક યોજાવાની છે.

   લોકસભા ચૂંટણીના ૬ ઠ્ઠા તબક્કામાં તા. ૧ર મે ના ૭ રાજ્યોના પ૯ સંસદીય મતક્ષેત્રોમાં મતદાન થવાનું છે તેમાં દિલ્હી સંસદીય મતક્ષેત્રની ૭ બેઠકો માટે પણ મતદાન યોજાવાનું છે.

   મુખ્યમંત્રી આ સંદર્ભમાં વિવિધ ગુજરાતી સમાજ સંગઠનો સાથે ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે બેઠક યોજશે.

મુખ્યમંત્રી આવતીકાલે સાંજે દિલ્હી પહોચશે અને મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.

(7:58 pm IST)