Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મહેમદાવાદ પોલીસે રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા 6 શકુનિઓને રંગે હાથે ઝડપ્યા

મહેમદાવાદ: પોલીસની ટીમ ગતરોજ રાત્રિના સમયે પેટ્રોલીંગમાં નીકળી હતી. તે દરમિયાન મહેમદાવાદ બસસ્ટેન્ડ નજીક જુગાર રમાતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી. આ નાસભાગમાં કેટલાક જુગારીઓ નાસી ગયાં હતાં. 

જ્યારે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં છ જુગારીઓને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં અજીમમીયાં ઉર્ફે શાહરૂખ સમસુમીયાં મલેક, તોફીકભાઈ સલીમભાઈ વ્હોરા, અનીલભાઈ ઉર્ફે લલ્લા અશોકભાઈ જાડેજા (છારા), ઈલ્યાસભાઈ કાસમભાઈ મન્સુરી, રાહુલભાઈ કૈલાશભાઈ છારા અને રાજેન્દ્રભાઈ જીવણલાલ શાહ (તમામ રહે-મહેમદાવાદ)નો સમાવેશ થાય છે. પોલીસે આ જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૭૬૬૦ તેમજ દાવ પરના રૂ.૩૭૦ મળી કુલ રૂ.૮૦૩૦ની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:40 pm IST)