Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

નડિયાદ તાલુકાના ભૂમેલમાં પોલીસને બાતમી આપી હોવાની રીસ રાખી બુટલેગરની ગેંગે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી

નડિયાદ:તાલુકાના ભુમેલ તાબે ઈચ્છાપુરા રહેતાં એક યુવકે ગામમાં ઈગ્લીશ દારૂ વેચતાં બુટલેગર ગેંગની બાતમી પોલીસમાં આપી હોવાની રીસ રાખી ગેંગ લાકડી અને ધારીયું લઈ તે યુવકને મારવા તેના ઘરે પહોંચ્યાં. જો કે યુવક ઘરે ના હોવાથી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા બાબતની ફરીયાદ ચકલાસી પોલીસમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના ભુમેલ તાબે આવેલ ઈચ્છાપુર ગામમાં રહેતાં નવનીતભાઈ લાલજીભાઈ પરમાર ગત શનિવારના રોજ સાંજના સમયે પોતાના ઘરમાં હાજર હતાં. તે વખતે ગામમાં જ રહેતાં ભરતભાઈ રાવજીભાઈ પરમાર, ચીમનભાઈ બુધાભાઈ પરમાર, મંગળભાઈ બુધાભાઈ પરમાર અને વિજયભાઈ કનુભાઈ પરમાર હાથમાં લાકડીઓ તેમજ ધારીયા જેવા હથિયારો લઈ નવનીતભાઈના ઘરે આવી અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. જેથી નવનીતભાઈ ઘરમાંથી બહાર આવી અપશબ્દો કેમ બોલો છો તેમ પુછ્યું હતું. જેથી ભરતભાઈ પરમારે જણાવ્યું હતું કે તમારો પુત્ર વિક્રમ અમારા ઈંગ્લીશ દારૂના ધંધા બાબતની વાતો ગામમાં ફેલાવી પોલીસને બાતમી આપી રહ્યો છે. જેથી તેને મારવા માટે આવ્યાં છે. જો કે વિક્રમ તે વખતે ઘરમાં હાજર ન હોવાથી ચારેય જણા ઉશ્કેરાઈ જઈ વિક્રમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. 

(5:39 pm IST)