Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કપડવંજ તાલુકામાં નજીવી બાબતે ખરીદી કરવા આવેલ ગ્રાહકને માર મારતા પોલીસ ફરિયાદ

કપડવંજ: તાલુકાના નિરમાલીના મુવાડામાં રાત્રે મોડા સુધી ગલ્લો ખુલ્લો રાખવા બાબતે ઝઘડો કરવા આવેલ એક ઈસમે ખરીદી કરવા આવેલ ગ્રાહકને માર મારતાં પોલીસમાં ફરીયાદ નોંધાઈ. 

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના નિરમાલીના મુવાડામાં રહેતાં મહેન્દ્રભાઈ ગલાભાઈ પરમાર ગતરોજ રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ગામમાં આવેલ પ્રવિણભાઈ ડાહ્યાભાઈ પરમારના ગલ્લે ખરીદી કરવા ગયાં હતાં. તે વખતે ગામમાં રહેતાં રમેશભાઈ સ્વરૂપભાઈ સોલંકી હાથમાં લાકડી લઈ પ્રવિણભાઈના ગલ્લે આવી ચડ્યાં હતાં. અને મોડા સુધી ગલ્લો કેમ ખુલ્લો રાખ્યો છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં. તે વખતે ત્યાં હાજર મહેન્દ્રભાઈએ ખરીદી કરવાની હોવાથી ઉભો છુ તેમ કહેતાં રમેશભાઈ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. જેથી મહેન્દ્રભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં રમેશભાઈ ઉશ્કેરાઈ ગયાં હતાં. અને તેમના હાથમાની લાકડી વડે મહેન્દ્રભાઈ પર હુમલો કર્યો હતો. તે વખતે પ્રવિણભાઈ વચ્ચે પડી ઈજાગ્રસ્ત બનેલા મહેન્દ્રભાઈને બચાવ્યાં હતાં. મહેન્દ્રભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી રમેશભાઈ ત્યાંથી જતાં રહ્યાં હતાં. લાકડીની પ્રહારથી ઈજાગ્રસ્ત બનેલા મહેન્દ્રભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કપડવંજ સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યાં હતાં. 

(5:38 pm IST)