Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સુરતના લીંબાયતમાં પ્રેમી સાથે વાતો કરતા પકડાઈ જતા પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

સુરત:લિંબાયત વિસ્તારમાં ગઈકાલે સવારે પરણિતાએ ગળે ફાસો ખાઈ જીવન લીલા સંકેલી લીધી હતી. જોકે, પરણિતા પ્રેમી સાથે વાત કરતા તેમના સંબંધી જોઈ ગયા હતા. તેથી બદનામીના બીકે પરણીતાએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુરા ખાતે રહેતી 27 વર્ષીય સુશીલાબેને (નામ બદલ્યું છે) ગઈકાલે સવારે ઘરમાં બેડરૂમમાં બારી બારણા બંધ કરી પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું.

(5:36 pm IST)