Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

તાપીના સોનગઢ તાલુકામાં પીવાના પાણીની સમસ્યા: પુરવઠા વિભાગ દ્વારા ટેન્કરોદ્વારા વિતરણ શરૂ કરવામાં આવ્યું

તાપી: જિલ્લામાં દક્ષિણનાં સોનગઢ તાલુકાનાં ગામોમાં શરૂ થયેલ પીવાનાં પાણીની સમસ્યા અન્ય તાલુકાઓમાં પણ શરૂ થઈ છે. નિઝર તાલુકા મથક સહિત ગ્રામિણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થતાં પાણી પુરવઠા વિભાગે સોમવારથી ટેન્કરો મુકી પાણી વિતરણ શરૂ કર્યું છે.

તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકા બાદ ધીરે ધીરે અન્ય તાલુકાઓમાં પણ પિવાનાં પાણીની બૂમો પડવા લાગી છે. જોકે, તાપી વહિવટી તંત્રએ જ્યાં પણ પાણીની સમસ્યા ઉદ્ભવે ત્યાં ટેન્કર મારફતે પાણી પુરવઠો પહોંચાડવા પાણી પુરવઠા વિભાગને કડક સૂચના આપી જ દીધી છે. છેવાડાનાં નિઝર તાલુકા મથક સહિત ગ્રામિણ વિસ્તારોનાં પાંચથી છ ગામોમાં સોમવારથી પીવાનાં પાણીની સમસ્યા ઉભી થઈ છે. 

(5:34 pm IST)