Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડોદરા શહેરમાં એક અઠવાડિયામાં પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે આક્ર્મ વલણ અપનાવ્યું: 17.22 લાખનો દંડ ફટકાર્યો

વડોદરા: શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનારા સામે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર જણાય તો તેવા ૯૨૦૪ વાહન ચાલકોને રૃા.૧૭.૨૨ લાખનો દંડ ઇ-ચલણ મારફતે માત્ર એક સપ્તાહમાં ફટકારાયો છે.

શહેર પોલીસ ભવનમાં કાર્યરત સીસીટીવી કંટ્રોલરૃમ દ્વારા મોટર વ્હીકલ એક્ટની જુદા જુદા નિયમોનો ભંગ કરતા ઇ-ચલણ મેમા જનરેટ કરવામાં આવ્યા છે.  આ દંડ ભરવા માટે વાહનચાલકોને ચલણ પહોંચાડવામાં આવી રહ્યા છે. તા.૨૮ એપ્રીલથી તા.૪ મે સુધી એક સપ્તાહમાં હેલમેટ, સીટ બેલ્ટ, રોંગ સાઇડ ડ્રાઇવ કરતા ૩૭૪૩ વાહન ચાલકો પાસેથી સ્થળ પરથી રૃા.૩.૭૪ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૃપ પાર્ક તેમજ નો પાર્કિગમાં પાર્ક કરેલા ૨૪૬૫ વાહનોને ટોઇંગ કરી દંડ પેટે રૃા.૪.૯૬ લાખનો દંડ વસુલ કરાયો છે.

(5:34 pm IST)