Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડોદરામાં માતા સાથે આડો સંબંધ હોવાનો વ્હેમ રાખી પાડોશી વૃદ્ધ પર ચપ્પુના ઘા જીકી હત્યાનો પ્રયાસ થતા ચકચાર

વડોદરા:અંકોડીયા કેનાલ આગળ સુમસામ રસ્તા પર કંકોતરી પહોંચાડવાના બહાને એક્ટીવા પર લઇ જઇ પોતાની માતા સાથે આડો સંબંધ રાખે છે તેવા આક્ષેપો કરી પાડોશીએ વૃધ્ધ પર ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગોરવા વિસ્તારમાં મધુનગર પાસે બોરીયા તળાવ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષના શબ્બીર ઇબ્રાહિમ દિવાન શિક્ષણ ખાતામાંથી નિવૃત્ત થતાં હાલ નિવૃત્ત જીવન વિતાવે છે. તેમની પત્ની કેન્સરની બિમારીથી મૃત્યુ પામી હોવાથી પુત્ર તેમજ પુત્રવધુ સાથે રહે છે. ગઇ કાલે સવારે તેઓ ઘેર હતા ત્યારે પાડોશમાં રહેતો ફિરોજ એહમદ મુલતાની ઘેર આવ્યો હતો અને લગ્નની કંકોતરી આપવા પાદરા જવું છે, તમો મારી સાથે સ્કુટર લઇને ચાલો તેમ કહેતા શબ્બીરભાઇએ પોતાનું એક્ટીવા લીધું હતું.

(5:33 pm IST)