Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વાસણા બેરેજના દરવાજાનું સમારકામ :સાબરમતી નદી ખાલી કરવા કેનાલમાં છોડાયું પાણી : સંકલનના અભાવે જળ વેડફાટ

સિંચાઈ વિભાગે કહ્યું છતાં કેનાલમાં પાણી છોડાયું નહીં અને ખેડૂતોને લાભ મળ્યો નહીં હવે સમારકામના કારણે કિંમતી પાણીનો વેડફાટ

અમદાવાદ: શહેરની શાન સાબરમતી નદીને ખાલી કરાઈ રહી છે વાસણા બેરેજના દરવાજાના સમારકામના કારણે નદીને ખાલી થઇ રહી છે ચોમાસાની તૈયારીના ભાગરૂપે બેરેજના દરવાજાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે

   જાણવા મળ્યા મુજબ છેલ્લા બે દિવસથી નદીનું પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.જ્યારે ખેડૂતોએ સિંચાઈના પાણીની માગ કરી હતી. ત્યારે તેમના માટે પાણી છોડાયું ન હતું, પરંતુ હવે દરવાજાનું સમારકામ કરવાનું હોવાથી નદી ખાલી કરવામાં આવી રહી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

   અહીં પરસ્પર સંકલનનો અભાવ દેખાઈ રહ્યો છે. જો સિંચાઈ વિભાગે પહેલા જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનો આદેશ કર્યો હતો. તો પાણી ખેડૂતોને પણ કામ લાગ્યું હોત અને બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ પણ થઈ જાત. જોકે હવે કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જે ખેડૂતોના કોઈ જ કામમાં નથી આવવાનું. આમ પરસ્પર સંકલનના અભાવે કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

(3:03 pm IST)