Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડોદરાના ભરઉનાળે ચાર કલાકનો વીજકાપ ઝીકાયૉ :કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ

સાત ફીડરોમાં રીપેરીંગ કામગીરીને કારણે ગોરવા, વાસણા, ગોત્રી, ફતેહગંજ, હરિનગર અને આજવા રોડમાં વીજકાપ

વડોદરા :રાજ્યમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડોદરામાં ભર ઉનાળે ચાર કલાકનો વીજકાપ મુકાયો છે. MGVCLના 7 ફીડરમાં રિપેરિંગ કામગીરીને કારણે ગોરવા, વાસણા, ગોત્રી, ફતેહગંજ, હરિનગર અને આજવા રોડ વિસ્તારમાં કલાકનો વીજકાપ મુકાયો છે.જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે 

  ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વાતાનુકિલત ઉપકરણોનો ઉપયોગ વધ્યો છે. આ સંજોગોમાં, વડોદરા સિટી સર્કલના ફતેગંજ સબ ડિવીઝનના ફતેગંજ ફીડર, અકોટા સબ ડિવીઝનના સહજાનંદ કુટિર ફીડર,ગોત્રી સબ ડિવીઝનના ગાયત્રીનગર ફીડર,વાસણા સબ ડિવીઝનના નવરચના ફીડર, ગોરવા સબ ડિવીઝનના સહયોગ ફીડરમાંથી વીજપુરવઠો મેળવતા વિસ્તારોમાં આજે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રખાયો હતો

 સમારકામની કામગીરી કરવાની હોવાથી સરદાર એસ્ટેટ સબ ડિવીઝનના રડાર ફીડર અને ઇન્દ્રપુરી સબ ડિવીઝનના જગદીશ ફીડરમાંથી વીજ પુરવઠો મેળવતા વિસ્તારોમાં સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી વીજળી બંધ રહ્યો હતો.

 દુષિત પાણીની મોંકાણ ચાલી રહી છે ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીએ પણ મેન્ટેનન્સની કામગીરીના નામે વીજ કાપ ચાલુ કર્યો છે. જેના ભાગરૂપે એમજીવીસીએલના 7 ફીડરમાં 4 કલાકનો વીજકાપ રખાયો હતો. જેથી 41 ડીગ્રી ગરમીમાં દોઢ લાખ નાગરિકોને હેરાન થવાનો વારો આવ્યો.

(2:22 pm IST)