Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આરટીઓમાં લાલીયાવાડી અટકાવવા આદેશ : હવેથી ટેસ્ટ ટ્રેક પર અધિકારીઓ જ લેશે ટેસ્ટ

અધિકારીઓને ફરજ પર આઇકાર્ડ ફરજીયાત પહેરવા આદેશ કરાયો

અમદાવાદ:આરટીઓમાં ચાલતી લાલીયાવાડીને અટકાવવા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા આદેશ જાહેર કરાયો છે જેમાં હેવેથી ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે. આ સાથે અધિકારીઓને ફરજ પર આઇકાર્ડ ફરજીયાત પહેરવા આદેશ પણ અપાયો છે

જો કે, આ અગાઉ એક ખાનગી સંસ્થાના કર્મચારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવતી હતી. જે હવે સરકારી અધિકારીઓ દ્વારા લેવામાં આવશે. રાજ્ય વાહનવ્યવહાર વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક પર GISFના કર્મચારીઓને ઘુસવા નહીં દેવામનો આદેશે કર્યો છો. તો આ સાથે જ ટેસ્ટ ટ્રેક પર કરેલું માર્કિંગ સુધારવા અને સ્વચ્છ રાખવાનો આદેશ પણ કર્યો છે. જો તેમાં બેદરકારી સામે આવશે તો સરકારી કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોટર વાહન ચલાવવા માટે મોટર વ્હિકલ્સ એકેટ, 1988ની જોગવાઇ પ્રમાણે ડ્રાઇવીંગ લાયસન્સ હોવું જરૂરી છે. ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા પહેલા તો કાચું લાયસન્સ મેળવવું જરૂરી છે અને ત્યારબાદ પાકુ લાયસન્સ મેળવવું જરૂરી છે. ત્યારે પાકુ લાયસન્સ મેળવતા પહેલા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી જરૂરી છે. આ પ્રક્રિયાને વધુ સરળ અને અસરકારક બને તે માટે નીટે મુજબના આદેશ આપવામાં આવ્યા છે.

(2:10 pm IST)