Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદના નારોલામાંથી ટ્રકમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો તપાસ બાદ ફેકટરીમાં વધુ 100 થેલી મળ્યું

બે શખ્શોની અટકાયત બાદ પૂછપરછમાં ફેક્ટરીની સંડોવણી ખુલી

અમદાવાદના નરોલમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપાયો છે. લગભગ 200 થેલી ભરીને આ યુરિયા ખાતર ટ્રકમાં લાવવામાં આવ્યું હતું. વટવા પોલીસે યુરિયા ખાતરના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી છે. તેમની પૂછપરછ બાદ વધુ 100 થેલી યુરિયા ખાતર આકાશ ફેશન ટ્વિન્સ નામની ફેક્ટરીમાંથી મળી આવ્યું હતું. પોલીસે ખેતીવાડી સમિતિને પણ સમગ્ર બનાવ અંગે જાણ કરી છે.

  નારોલ પોલીસે એક ટ્રક સાથે બે લોકોની અટકાયત કરી હતી. જેની તપાસ કરતાં 200 થેલી યુરિયા ખાતર મળી આવ્યું હતું. અટકાયત કરાયેલા બે લોકોની પ્રથામિક તપાસમાં આકાશ ફેશન ટ્વિન્સ ફેક્ટરીનું નામ બહાર આવ્યું હતું. જે બાદ પોલીસ ફેક્ટરીમાં ગઇ હતી અને ત્યાં તપાસ કરતાં વધુ 100 થેલી ખાતર મળી આવ્યું હતું. આ ફેક્ટરી નારોલ વિસ્તારમાં જ આવેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.  જોકે ખાતરનો જથ્થો ઝડપાયાને 48 કલાક થઇ ગયા હોવા છતાં પોલીસને કોઇ મોટી સફળતા હાથ લાગી નથી.
આ સગગ્ર મામલે પોલીસે એગ્રીકલ્ચર વિભાગની પણ મદદ માગી છે અને યુરિયા ખાતરને લઇને એક રિપોર્ટ માગ્યો છે. આ રિપોર્ટ બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે, આ ખાતરનો ઉપયોગ માત્ર ખેડૂતો જ કરી શકે છે. ફેક્ટરી માલિક આ ખાતરનો ઉપયોગ કરી શકે નહીં. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

(1:52 pm IST)