Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

SGVP ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કુલનુ ધો. ૧૦ અને ધો. ૧૨ સાયન્સ અને કોમર્સ ICSE, ISC બોર્ડનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ શાળામાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન

અમદાવાદ તા. ૮ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે માર્ચ ૨૦૧૯માં ICSE બોર્ડ દ્વારા લેવાયેલ ધો ૧૦, ધો.૧૨ સાયન્સ - કોમર્સનું  એસજીવીપીની ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે                         

         જેમાં ધો ૧૦ માં (ICSEબોર્ડ)માં ૧.શાળામાં પ્રથમ જયરાજસિંહ બારડ ૯૪.૯ ટકા, . શ્યામ પાઘડાળ ૯૪.૭ ટકા ૩.નીલ મહેતા  ૯૩.૯ ટકા       ધો. ૧૨ સાયન્સમાં ( ISCબોર્ડ)માં ૧.આદિત્યસિંઘ શેખાવત ૯૬ ટકા  .ધનંજયસિંહ બારડ ૯૪ ટકા ૩.આદિત્ય લાડ ૯૧.૫ ટકા ધો.૧૨ કોમર્સ  ( ISCબોર્ડ)માં ૧.આકાશ જોગીયા ૯૦.૮ ટકા ૨.મનન નાખવા ૯૧.૨૫ ટકા ૩.સુમિતસિંહ જાડેજા ૮૬.૫ ટકા ઉપરોકત પ્રથમ, દ્વિતીય અને તૃતીય સફળ વિદ્યાર્થીઓને જચદેવભાઇ સોનાગરા તથા શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્મા કુમારે અને વાઇસ પ્રિન્સીપાલે શુભેચ્છા પાઠવી હતી

     તેમજ વિદેશ સત્સંગ વિચરણ કરી રહેલ એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ તેમજ તમામ સફળ વિદ્યાર્થીઓને શુભાશિર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા.

(11:53 am IST)