Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કાલે ધો.૧૨ સાયન્સનું પરિણામ : ઉત્તેજના

રાજકોટના ૧૦૨૮૩ સહિત ૧૪૭૦૦૦ પરીક્ષાર્થીઓનું પરિણામ : સવારે વેબસાઈટ ઉપર જોવા મળશે : ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે

રાજકોટ, તા. ૮ : ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો.૧૨ સાયન્સ અને ગુજકેટની પરિક્ષાનું પરીણામ જાહેર થશે.

રાજકોટના ૧૦,૨૮૩ મળી કુલ ૧ લાખ ૪૭ હજાર પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. ૭ માર્ચથી શરૂ થયેલી પરીક્ષામાં મોટાભાગના પ્રશ્નપત્રો પ્રમાણસર નીકળ્યા હતા. ગત વર્ષ ધો.૧૨ સાયન્સનું પરીણામ ૭૨.૯૯% હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સેમેસ્ટર પદ્ધતિ માર્ચ-૨૦૧૯ના ઉમેદવારોનું પરિણામ તા.૯-૫ ગુરૂવારના સવારના ૮ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે. જેની વાલીઓએ - વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

વધુમાં જણાવવાનું કે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સેમેસ્ટર પદ્ધતિ માર્ચ - ૨૦૧૯ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૧૯ની માર્કશીટનું જિલ્લા નિયત વિતરણ સ્થળો ખાતે તા.૯ના ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૬ કલાક દરમિયાન થનાર છે. તો રાજયની વિજ્ઞાન પ્રવાહની ઉ.મા. શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાનું રહેશે.

ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે. તેમ નાયબ નિયામક મહેશભાઈ મહેતાએ જણાવ્યુ છે.

પરિણામની સાથે સાથે...

*    ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું આવતીકાલે પરિણામ જાહેર કરાશે

*    બોર્ડની વેબસાઈટ પર સવારે આઠ વાગ્યાથી પરિણામ જોઈ શકાશે

*    ગુજકેટ માટે પરિણામ સ્કુલોમાંથી મેળવી શકાશે

*    વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧૪૭૩૦૨ નોંધાઈ છે

*    ગુજકેટની પરીક્ષાનું પરિણામ સવારે ૧૧ વાગ્યથી સાંજના ચાર વાગ્યા સુધી મળી જશે

*    ૨૦૧૮માં વિજ્ઞાન પ્રવાહનું ૭૨.૯૯ ટકા પરિણામ જાહેર થયું હતું

*        ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨ ટકા રહ્યું હતું.

(8:55 pm IST)