Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાહુલ ગાંધી પર બનતા જોકસથી શરમાઇને તેના હમશકલે પોતાનો લુક બદલી નાખ્યો

સુરત : ૨૦૧૪ની ચુંટણી વખતે પંજાબથી સુરત સ્થાયી થયેલ પ્રશાંત સેઠી નામનો યુવક રાહુલ ગાંધીના હમશકલ તરીકે બહુ ચર્ચામાં હતો. શહેરમાં નોન વેજ ફુડની ઇટરી ચલાવતો પ્રશાંત એ વખતે ગર્વથી પોતાને રાહુલનો લુક-અલાઇક ગણાવતો હતો. તેની પત્ની ગુંજન પણ બહુ ખુશ હતી, કે તેનો પતિ રાહુલ ગાંધી જેવો દેખાય છે. જોકે આ વખતે ચૂંટણી પહેલાંનો માહોલ બદલાઇ ચુકયો છે. પ્રશાંતે રાહુલ જેવા ન દેખાવા માટે પોતાના લુકમાં સભાનપણે પ્રયત્ન કર્યા છે. રાહુલ જેવી ઓળખ મીટાવવા માટે તેણે વજન વધાર્યુ છે, હેરસ્ટાઇલ પણ બદલી નાખી છે, અને તેણે  દાઢી વધારવાનું પણ શરૂ કરી દીધું છે. હવે પ્રશાંત ખુલ્લેઆમ કહે છે કે ' હવે તે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે અને રાહુલને પસંદ નથી કરતો. આટલા વર્ષોમાં રાહુલે કશુ જ નોંધનીય કામ કર્યુ નથી કે તેના દેખાવામાં ગર્વ અનુભવાય'.

છેલ્લા કેટલાક વખતથી રાહુલ ગાંધી પર જે જોકસ ફરતા થયા છે એને કારણે પણ તે આ ઇમેજમાંથી બહાર આવવા ઇચ્છતો હતો.

(11:32 am IST)