Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દર્દીઓને 15- 15 દિવસના વેઇટિંગની રાવ :સ્ટાફ અને તબીબની અછત

કીડની, લીવર, ગર્ભવતી મહિલાઓ અને બહાર ગામથી આવતા લોકોને હોસ્પિટલના ધક્કા

અમદાવાદ;શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા ગયેલા દર્દીઓને ડોક્ટર સોનોગ્રાફી કરવાનું કહે તો દર્દીઓને 15-15 દિવસ સુધી રાહ જોવાનો વારો આવે છે. કારણ કે, સોનોગ્રાફી કરાવવા માટેનું વેઈટીંગ આટલું લાંબુ છે. 15 દિવસે દર્દીનો નંબર આવે છે પરંતુ દર્દીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. જેના કારણે કીડની, લીવર, ગર્ભવતી મહિલાઓ અને બહાર ગામથી આવતા લોકોને અનેક વખત હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે. દર્દીઓની પડતી મુશ્કેલી પાછળ હોસ્પિટલનો સ્ટાફની અછત જવાબદાર છે. સોનોગ્રાફી વિભાગમાં ચાર તબીબની સામે એક જ તબીબ છે.

દર્દીઓએ  જણાવ્યું હતું કે, મને 15 દિવસ પહેલા તારીખ આપી હતી, મને કહ્યું હતું કે, 15 દિવસ પછી આવજો મને પેટમાં તકલીફ છે. ગાંઠ છે એટલે પેટમાં દુખાવો વધારે રહે છે.

હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, 15 દિવસ સુધીનું વેઇટીંગ ચાલી રહ્યું છે. કારણ કે, અહીંયા ફૂલ સ્ટાફમાં એક સિંગલ ફેકલ્ટી હોવાના કારણે તેને બધું કરવાનું હોવાની આ વેઈટીંગ ચાલી રહ્યું છે.

(5:53 pm IST)