Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અરવલ્લી જિલ્લામાં પરશુરામ જયંતીની ઉજવણી ;મોડાસા અને બાયડમાં વિવિધ કાર્યક્રમો :ભવ્ય શોભાયાત્રા-મહાઆરતી

શોભાયાત્રામાં યુવાઓ, બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા: 200 બાઈક તેમજ 700 ભુદેવોનો કાફલો આકર્ષણ બન્યા

 

અરવલ્લીઃ વિષ્ણુ અવતાર એવા પરશુરામ જ્યંતિની ગુજરાત ભરમાં ઉજવણી કરવામાં આવી હતી બ્રાહ્મણદેવ ગુરુ પરશુરામ જન્મ જ્યંતિની અરવલ્લી જીલ્લામાં ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જ્યંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડમાં વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા, જેમાં મોડાસા ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

  .મોડાસા શહેરમાં માલપુર રોડ પર આવેલા ઓધારી માતાજીના મંદિરના મેદાનમાં વહેલી સવારે પરશુરામ દાદાની 108 દિવાની મહા આરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.

  પરશુરામ દાદાની મહા આરતી બાદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. ઓધારી મંદિરથી શોભાયાત્રા નિકળી મોડાસાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. પરશુરામ યુવા ગ્રુપ મોડાસા દ્વારા આયોજિત પરશુરામ જ્યંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાઓ, બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

   . અંદાજે 200 બાઈક તેમજ 700 ભુદેવોનો કાફલો શોભાયાત્રાનું આકર્ષણ બન્યા હતા. ભગવાન પરશુરામની ધજાઓ તથા પરશુ શસ્ત્ર સાથે 'જબ જબ બ્રાહ્મણ બોલા હૈ રાજસિહાંસન ડોલા હૈ' અને જય પરશુરામના નાદથી શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

(10:24 pm IST)