Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદમાં સગીરાનો અશ્લીલ વિડિઓ બનાવી શોશ્યલ મીડિયામાં કર્યો વાયરલ :રાજસ્થાની શખ્શની ધરપકડ

ગુજરાતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો પ્રથમ કિસ્સો :પારિવારિક ઝગડાનો બદલો લેવા અધમકૃત્ય

 

અમદાવાદમાં સગીરાનો અશ્લીલ વિડિઓ બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યાનો ગુજરાતમાં પ્રથમવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં એક રાજસ્થાની શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ એક સગીરાનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદમાં એક રાજસ્થાની શખ્સે પોતાના પારિવારિક ઝધડાનો બદલો લેવા માટે સગીરાનો અશ્લિલ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. બાદમાં સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમે કેસની તપાસ હાથ ધરી હતી.

સાઇબર ક્રાઇમે આરોપી શખ્સની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં પહેલીવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ફરિયાદ નોંધાઇ છે

(10:44 pm IST)