Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સુરત:સરથાણા વિસ્તારમાં મકાન ધરાશાયી, મકાનના કાટમાળ નીચે પાંચ લોકો દટાયા:એકને બહાર કઢાયો

સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા સચિન ફળિયામાં એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, ઘટનામાં પાંચ વ્યક્તિઓ મકાનમાં કાટમાળ નીચે દબાયા હતા, ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકોએ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક લોકોને એક વ્યક્તિને મકાનના કાટમાળ નીચેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ગણતરીના સમયમાં ઘટનાં સ્થળે પહોંચ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા ચાર લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ ચાર લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને તે તમામને 108ની મદદથી સારવાર મારે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મકાન ધરાશાયી થવા પાછળ ફાયર વિભાગના અધિકારોઓએ જુનું લાકડાનું મકાન હોવાનું કારણ જણાવ્યું હતું.

(10:07 pm IST)