Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજ્યમાં વિકટ જળસંકટ ;સૌરાષ્ટ્રના ગામડાઓમાં મહિલાઓ પાણી માટે બેડાની લાઈનમાં :અહેવાલ રાજ્યપાલને સોંપાશે ;રેશ્મા પટેલ

 

અમદાવાદ ;એનસીપીના રેશમા પટેલે રાજ્યમાં જળસંકર અંગે કહ્યું કે લોકો પાણી માટે તડપી રહ્યા છે, કોઈ સમાધાન નથી. મહિલાઓ બેડા લઇને લાઈનમાં ઉભી રહે છે. સીટી વિસ્તારોમાં પાણીની પરિસ્થિતિ જુઓ તો સાત સાત દિવસે પાણી આવે છે અને ટેન્કરો દ્વારા લોકો ચલાવી રહ્યા છે. આવું જે પાણીનું સંકટ જે સર્જાયું છે

  ગુજરાતમાં. સૌરાષ્ટ્રમાં ગામડાઓમાં તો બેડાની લાઈન મેં આજના દિવસોમાં નહીં પણ હું જ્યારે ચૂંટણી પચારમાં હતી ત્યારે મહિલાઓને બેડાની લાઈનમાં ઉભી રહેતા જોઈ છે. એટલે દરેક અહેવાલ તૈયાર કરીને રાજ્યપાલને સોંપવાનો છે અને વાસ્તવિક પરિસ્થિતિ જે છે, તે રૂબરૂ કરાવવાની છે. જેથી કરીને આપણે તેનું સમાધાન લાવી શકીએ.

(10:08 pm IST)