Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સાબરકાંઠાના વડાલીના માલપુરના સમૂહલગ્નમાં 21 યુગલોના લગ્ન અટકાવાયા :ઉંમર ઓછી હોવાને કારણે લગ્ન અટકી પડ્યા

જિલ્લા બાળ આયોગને જાણ થતા આયોજકોએ ઉંમરની ખરાઈ કરી :31 ને બદલે માત્ર 9 લગ્ન જ થઇ શક્યા

સાબરકાંઠાના વડાલીના માલપુરમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમુખ લગ્નમાં 31 યુવાલો પ્રભુતામાં પગલા માંડવાના હતા પરંતુ જિલ્લા બાળ આયોગ દ્વારા 21 યુગલોના લગ્ન અટકાવામાં આવ્યા હતા. લગ્ન માટેની ઉમર ઓછી હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

   મળતી માહિતી અનુસાર વડાલી તાલુકા પશ્ચિમ વિભાગ ઠાકોર સમાજ દ્વારા પાંચમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમૂહ લગ્નોત્સવમાં 31 યુગલો પ્રભુતામાં પગલા માંડવાના હતા અને સમૂહ લગ્ન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમના હાજરી આપવામાં ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા અને કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. આ લગ્નમાં ઓછી ઉમરના યુવક યુવતીઓના લગ્ન થઇ રહી હોવાની જાણ જિલ્લા બાળ આયોગને થઇ હતી. જેના કારણે સમૂહ લગ્નમાં ભાગ લેનાર તમામને આ આગાઉથી જ તમામ લોકોને સુચનાઓ આપી દેવામાં આવી હતી કે, જેમની ઉમર લગ્નની ઉમર કરતા ઓછી હોય તેઓને લગ્ન સ્થળે પહોંચવું નહીં.

  અત્રે ઉલ્લેખનીય છે કે, લગ્ન પહેલા જિલ્લા બાળ આયોગ અને જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સમૂહ લગ્નના આયોજકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમુહ લગ્નમાં નામ નોંધાવેલા યુગલોના પુરાવાની ખરાઈ કરવામાં આવી હતી. જેમાં 31 યુગલો માંથી 20 યુગલોની ઉમર ઓછી હોવાના કારણે તેમના લગ્ન રદ કરવાનું જણાવવામાં આવ્યું હતુ. આ ઉપરાંત એક યુગલના પુરાવાઓ ન હોવાના કારણે તેમના લગ્ન કરવામાં આવ્યા હતા. જેના કારણે સમૂહ લગ્નમાં 31માંથી માત્ર 9 યુગલોએ જ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.

  જિલ્લા બાળ આયોગના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વિવીધ તાલુકા લેવલે ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમને આજે વડાલીના તાલુકાના માલપુરમાં બાળ લગ્ન થતા હોવાની માહિતી મળી હતી. જે અનુસંધાને ત્યાં લગ્નના આયોજકો જોડેથી ઉમર અંગેની ખરાઈ કરતા કુલ 21 બાળ લગ્ન હોવાનું જાણવા મળ્યું હતુ અને આ બાબતે આયોજકોને એક નોટીસ આપવામાં આવી હતી. જેના કારણે આ સમૂહ લગ્નોત્સવમાં 9 લગ્ન કરવામાં આવ્યા અને એક યુગલમાં પૂરવાઓ પુરા ન હોવાના તેમના લગ્ન કરાવવામાં આવ્યા નથી.

(8:51 am IST)