Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો

અમદાવાદ :ઇન્ડીયન એરફોર્સના પુર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશીક પોતાની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો. રીટાયર્ડ ફ્લાઇટ એન્જીનીયર સાર્જન્ટ અનીલ કુમાર ઇન્ડીયન એરફોર્સમાં સાડા સત્તર વર્ષ ફરજ બજાવી ચુક્યા છે અને આ દરમ્યાન તેમણે 1200 કલાકની ઉડાન ભરી હતી. જેમાંથી 700 કલાકની ઉડાન શ્રીલંકાની હતી.   

કોંગ્રેસમાં જોડાયા બાદ અનિલ કુમારે કહ્યુ કે, આજે મને કોંગ્રેસમાં જોડાવાનો હર્ષ અને આનંદ છે. મેં 17 વર્ષ છ મહિના એરફોર્સમાં નોકરી કરી 1975માં મેં એરફોર્સ જોઈન કર્યું. ત્યારે ગુજરાત માંથી બે જણા હતા જગુઆર તે સમયે લેટેસ્ટ એરક્રાફ્ટ હતા. જેનું મેનિફેક્ચરિંગ HALમાં થયુ છે. HAL સક્ષમ નથી એવું કહેવું યોગ્ય નથી HAL પર આજે પણ ભરોસો છે. આજે દેશની સરકારી કંપનીઓ નબળી પડી રહી છે. દેશની સમસ્યાઓ પર કોઈ ધ્યાન નથી આપ્યું સર્જીકલ સ્ટ્રાઈક પહેલા પણ ઓપરેશન થતા હતા.

 

શ્રીલંકામાં અનેક ઓપરેશનો કર્યા છે. LTTEના અડ્ડાપર ઓપરેશ ન કર્યા છે પણ આવું પોલિટિકલ માઇલેજ કોંગ્રેસ પાર્ટીએ નથી લીધું. અભિનંદનને સરકાર કહે છે કે, બે દિવસમાં પરત લાવ્યા પણ વિંગ કમાન્ડર રામપાલ 1959ના બીજા દિવસે જ સરકારે પરત બોલાવી લીધા હતા. વડાપ્રધાનના પ્રવચનોને આડે હાથ લેતાં અનિલ કુમારે કહ્યુ કે, પ્રધાનમંત્રી દેશના હોય છે કોઇ પાર્ટીના નહી તેમનું પ્રવચન ગૌરવ પુર્ણ હોવું જોઇંએ દેશની સેના જે કાર્ય કરી કરી રહી છે. સેવા કરી રહી છે. તેને સન્માન આપો તેનું પોલીટીકલ માઇલેજ ના મેળવો.

(8:55 pm IST)