Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં ૧૧૭૨૮ બાળકોને શાળામાં પ્રવેશ મળ્યો

અમદાવાદ: રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓના બાળકોને આખરે શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ રાઉન્ડમાં એડમીશન ફાળવવામાં આવ્યા છે. એડમીશન કન્ફર્મ થયું છે તેવા વાલીઓને શાળાનું નામ મેસેજ કરીને જાણ કરાઈ છે. ત્યારે તમામ વાલીઓ કે જેમને ખાનગી શાળામાં એડમીશન મળ્યું છે તેમણે 13મે સુધીમાં ફરજીયાત જે તે શાળા પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે જઈને પોતાનો પ્રવેશ ફરજીયાત કન્ફર્મ કરાવવાનો રહેશે.

- પ્રથમ રાઉન્ડમાં અમદાવાદ ગ્રામ્યમાંથી 8,617 બાળકોને મળ્યા પ્રવેશ

- અમદાવાદ શહેરમાંથી 11,728 બાળકોને પ્રવેશ ફાળવાયા

- અમદાવાદની 1550 વધુ ખાનગી શાળાઓમાં ફાળવાયા પ્રવેશ

- પ્રવેશ માટે અમદાવાદમાં 38,896 જેટલા ઓનલાઈન ફોર્મ ભરાયા

- અમદાવાદમાંથી 166 ફોર્મ રીજેક્ટ અને 148 ફોર્મ કેન્સલ કરાયા

વાત કરવામાં આવે તો RTE હેઠળ અમદાવાદમાં આવેલી 1550થી વધુ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે 38,896 જેટલા ઓનલાઈન ફોર્મ એપ્રુવ કરાયા હતા. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 20,345 જેટલા બાળકોને અમદાવાદની ખાનગી શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. RTE હેઠળ જે વાલીઓના બાળકોને પ્રવેશ મળ્યો છે. તે તમામ વાલીઓએ RTEની ઓફીશીયલ વેબસાઈટ પર પ્રવેશ પત્રના નવા ઓપ્શનમાં વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને પ્રવેશ અંગેની માહિતી મેળવવાની રહેશે. જેમાંથી પ્રવેશ પત્રની નકલ સાથે જે તે શાળામાં પહોંચવાનું રહેશે.

જે બાળકોને પ્રવેશ મળ્યા છે તેવા તમામ વાલીઓએ 13મે સુધીમાં રહેઠાણ અને જન્મનો પુરાવો, બાળક અને વાલીના પાસબુકની ઝેરોક્ષ, વાલીના આવકનું પ્રમાણપત્ર અને માતાનાં આધારકાર્ડની કોપી શાળા પર જમા કરાવી એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. સમયસીમામાં હાજર થવામાં જે વાલીઓ નિષફળ રહેશે તેમના બાળકનું એડમીશન રદ કરાશે. સાથે જ પ્રથમ રાઉન્ડમાં એડમીશનથી વંચિત રહેલા વાલીઓને ખાલી થનારી બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવશે.

(4:58 pm IST)