Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મોરવાહડફ બેઠકમાં ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટને હાઇકોર્ટનો ઝટકો: હારેલા ભાજપના ઉમેદવારને પક્ષકાર બનાવવા મંજૂરી

આદિજાતિ વિકાસ બોર્ડે ભુપેન્દ્રસિહનું જ્ઞાાતિનું ર્સિટફિકેટ રદ કરતા આ નિર્ણયને તેમણે હાઇકોર્ટમાં પડકાર્યો હતો

 

અમદાવાદ :મોરવાહડફ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટની હાઇકોર્ટમાં ભાજપના હારેલા ઉમેદવારને પક્ષકાર નહીં બનાવવા અરજી નામંજૂર કરાઈ છે  જ્ઞાાતિના ર્સિટફિકેટના વિવાદ મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીમાં ભાજપના હારેલા ઉમેદવાર વિક્રમ ડીંડોરને કેસમાં કોઇ લેવાદેવા નથી તેથી પક્ષકાર નહી બનાવવા દાદ માગી હતી. અરજીને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી દીધી છે. આદિજાતિ વિકાસ બોર્ડે ભુપેન્દ્રસિહનું જ્ઞાાતિનું ર્સિટફિકેટ રદ કર્યુ હતુ. બોર્ડના નિર્ણયને તેમણે હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

  કેસમાં વિક્રમ ડીંડોરે પક્ષકાર તરીકે જોડાવા અરજી કરી હતી તેનો ખાંટે વિરોધ કર્યો હતો જો કે સીંગલ જજે ખાટની દલીલ ફગાવી દીધી હતી. સીંગલ જજના ચુકાદાને ખંડપીઠ સમક્ષ પડકાર્યો હતો.ખંડપીઠે સીંગલ જજના ચુકાદાને બહાલ રાખ્યો છે. ભુપેન્દ્રસિંહના વકીલે એવી રજુઆત કરી હતી કે રાજય સરકાર તેમની સામે કેસ લડી રહી છે કેસનો વિવાદ માત્ર સરકાર સાથેનો હોવાથી તેમા ભાજપના હારી ગયેલા ઉમેદવારને પક્ષકાર બનાવી શકાય નહી. વિક્રમ ડીંડોરએ ત્રાહિત વ્યકિત છે તેને કેસ સાથે કોઇ લેવાદેવા નથી.

(10:49 pm IST)