Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વડોદરા જિલ્લા પંચાયતમાં અધિકારીઓની ગેરહાજરીથી ગ્રામજનોને હાલાકી

વડોદરા: જીલ્લા પંચાયતમાં સતત અધિકારીઓની ગેરહાજરીના કારણે દૂર દૂરથી વાત મુલાકાતીઓ ધર્મના ધક્કા ખાય છે.

જાણે સોમવાર અને ગુરુવાર બે જ દિવસ મુલાકાતનો સમય હોય તેમ અધિકારીઓ સતત ગેરહાજર રહે છે, જ્યારે આજે બાજવા અને કારોડયાના જાગૃત નાગરિકોએ જીલ્લાપંચાયતની બાંધકામ શાખામાં હલ્લાબોલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર વારંવાર રજૂઆતો કરવા આવતા ગ્રામજનોને અધિકારીઓ નહીં મળવાના કારણે ધક્કા ખાવા પડે છે. જેમ રાજકારણીઓ અને સત્તાધીશો જીલ્લાપંચાયતમાં સોમવાર અને ગુરુવારે અચૂક હાજરી આપે છે તે જ રીતે હવે અધિકારીઓ અને કર્મચારીઓ પણ મનના મોજી થઈ ગયા છે.
પોતાના ટેબલ પર કોઈ અધિકારી સમય પર મળતા નથી. આશરે 70 કિલોમીટરની ત્રીજીયામાં ફેલાયેલા વડોદરા જીલ્લાના અરજદારો પોતાના કામ માટે જીલ્લાપંચાયત ઓફિસમાં આવે છે ત્યારે અધિકારીઓ મળતા નથી જેને લઈને વારંવાર ધક્કા ખાવા પડે છે.

(5:38 pm IST)