Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ધાનેરા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવતા 20 શંકાસ્પદ તેલના ડબ્બા પીકઅપ ડાલામાંથી ઝડપ્યા

ધાનેરા:ધાનેરા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા  એક શંકાસ્પરદ પીકઅપ ડાલામાંથી ર૦ તેલના ડબ્બા ઝડપી પાડયા હતા અને ફુડ ઈન્સ્પેકટરને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી નમુના લઈ વધુ તપાસ અર્થે મોકલી આપ્યા  છે તેમજ મોકલનાર અને ડ્રાઈવરની પુછપરછ હાથ ધરી છે.

 ધાનેરા પોલીસ સ્ટેશનના જે.પી. પ્રજાપતી નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન બોલેરો પીકઅપ ડાલુ આવતા પૂછપરછ કરતા ફુલોદી રાજસ્થાનથી સુનિલ ઉર્ફે ગુડી જોગરાજજી છગાજી રહે ફુલોદી, તા.ફુલોદી જણાવેલ અને ગાંધીનગરની કંપનીના તેલના ર૦ ડબા હોવાનું સામે આવ્યું છે.

પરંતુ ડબા ઉપર કોઈ જ જાતનુ પોસ્ટર કે લેબલ ન જણાતા આ માલ શંકાસ્પદ  હોઇ  શકે તેવી શંકા જતા જે.પી. પ્રજાપતી જમાદારે ફુડ ઈન્સ્પેકટર પી.એસ.પટેલ  તથા બી બી પ્રજાપતીને ધાનેરા પોલીસ સ્ટેશને આવી ડ્રાઈવર તથા માલ મોકલનાર લેનારની  પુછપરછ કરતા માલ શંકાસ્પદ જણાતા ડ્રાઈવરની ે અટક કરી  હતી અને તેલના નમુના સેમ્પલો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

(5:37 pm IST)