Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

યુ ટયુબ-નેટના માધ્યમથી કરોડો ખંખેરનારા ચારની ધરપકડો

અમદાવાદ તા. ૮: વાઇબ્રન્ટ ઇન્ડીયા રીયલ ટ્રેડ પ્રા. લિ. કંપનીના સીઇઓ તથા ડોયરેકટરો જીવનલાલ હાજીલાલ કલાલ, જીતેશ હજારીલાલ વર્મા, રાજેન્દ્ર એન. શાર્મા અને રીન્કુ હરીશ કહારે પિરામીડ અને ટ્રી સિસ્ટમ માધ્યમથી પોન્ઝી સ્કીમો ચલાવી મલ્ટી લેવલ માર્કેટીંગથી પૈસાવાળા બનાવવાની લાલચ આપી કાર્યક્રમો યોજીને તેમજ યુ ટયુબ તથા નેટના માધ્યમથી મહિલાઓને આકર્ષિને મેમ્બરો યોજવાની લાલચ આપી કરોડો રૂપીયાનો ચુનો લગાડયો હતો. દેશ-વિદેશ પ્રવાસના અલગ-અલગ પેકેજ બતાવીને પપ૦૦થી લઇને ૩૧પ૦૦ રૂપિયાના જુદા જુદા પેકેજ બતાવી ખોટી માહિતી આપી કરોડો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હતી. આ કંપનીના ૬ પૈકી ચાર સંચાલકોની ધરપકડ કરી છે.

(1:05 pm IST)