Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

એપ્રિલમાં સમગ્ર રાજ્યમાંથી લેવાયેલ દૂધના 359 નમૂના પૈકી 352ના પરિણામમાંથી 312 પાસ જાહેર

૪૦ નમૂના સબ સ્ટાન્ડર્ડ થયા છે. તેમજ ૦૧ નમૂનો અનસેફ જાહેર થયો

અમદાવાદ "એપ્રિલમાં સમગ્ર રાજ્યમાં દૂધના કુલ ૩૫૯ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૩૫૨ નમૂનાના પરિણામ આવ્યા છે.જેમાં 312 નૂમના પાસ જાહેર થયા છે. જ્યારે ૪૦ નમૂના સબ સ્ટાન્ડર્ડ થયા છે. તેમજ ૦૧ નમૂનો અનસેફ જાહેર થયો છે ૪૦ સબસ્ટાન્ડર્ડ નમૂનાઓ પૈકી ૧૮ નમૂનામાં એસ.એન.એફ. ઓછું હોવાને કારણે, ૦૫ નમૂના મિલ્ક ફેટ ઓછો હોવાના કારણે, ૧૦ નમૂના મિલ્કફેટ તથા એસ.એન.એફ. બન્ને ઓછું હોવાના કારણે, ૦૧ નમૂનો સ્કિમ મિલ્ક પાવડરની હાજરીના કારણે તથા ૦૬ નમૂના ફોરેન ફેટની હાજરીના કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હોવાનું કમિશનર ઓફ ફૂડ સેફટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

(12:28 pm IST)